શેરબજારમાં થયુ નુકશાન તો 10માં માળથી કૂદી 26 વર્ષિય યુવકે કરી આત્મહત્યા…10માં માળેથી કૂદી પડ્યો, વાંચો અહેવાલ man committed suicide due to stock market

Divyesh Patel
0

 


ભણેલા હોશિયાર યુવકે શેરબજારમાં ગુમાવ્યા અધધધધ લાખ, 10માં માળેથી લગાવી છલાંગ, વાંચો અહેવાલ

આજના સમયમાં એવા ઘણા લોકો છે જે જલ્દી જલ્દી પૈસા કમાવવા માંગે છે, ઘણા લોકો શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાના સપના પણ જોતા હોય છે. શેરબજારમાં રોકાણ કરવું એ થોડા ઘણા અંશે જોખમી છે અને આવી સ્થિતિમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લેવો જરૂરી છે. ઘણી વખત શેરબજારમાં કરેલા રોકાણમાં નુકસાન પણ સહન કરવું પડે છે.


ત્યારે આવો જ એક કિસ્સો ચેન્નાઈથી પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતા 26-27 વર્ષીય ટેકનિકલ નિષ્ણાતે શેરબજારમાં પૈસા ગુમાવ્યા બાદ 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે મૃતકની ઓળખ ભુવનેશ તરીકે કરી હતી. તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે મૃતકે શેરબજારમાં પૈસા રોકવા માટે બેંકમાંથી લોન લીધી હતી, અને પૈસા ડૂબવાને કારણે તેણે તેની ઓફિસના 10માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.


File Pic

ભુવનેશે બેંકમાંથી 10 લાખ રૂપિયાની લોન લીધી હતી અને મિત્રોની મદદથી શેરબજારમાં રોકાણ કર્યું હતું.કેટલાક અહેવાલો અનુસાર, મૃતકને 35 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાઇ રહયુ છે. શેરબજારમાં અને બેંક લોન ચૂકવવામાં અસમર્થ ભુવનેશે 10માં માળેથી કૂદી પોતાનો જીવ આપી દીધો. તપાસમાં એવું સામે આવ્યુ હતુ કે પૈસા ગુમાવ્યા બાદ યુવક ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેથી તેણે આ પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો નવેમ્બર 2023નો હોવાનું કહેવાય છે.

Post a Comment

0Comments
Post a Comment (0)
To Top