સોશિયલ મીડિયા પર હાલમાં એક દાઢીવાળા મહારાજના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યાં છે. આ મહારાજ બીજું કોઇ નહિ પણ પ્રેમાનંદ મહારાજ છે. જેમને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત ઘણી મોટી હસ્તીઓ મળવા જતી હોય છે. પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. ત્યારે હાલમાં તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ સંતાન વિહોણા લોકો માટે સંતાન પ્રાપ્તી માટે શું કરવું તે જણાવી રહ્યા છે. બધા દંપતિ ઇચ્છતા હોય છે કે તેમને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થાય.
પ્રેમાનંદ મહારાજે કહ્યું કે કેટલાક લોકો સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નથી. આવી સ્થિતિમાં દુઃખી થવાની જરૂર નથી. જો વ્યક્તિને સંતાન પ્રાપ્તિ થાય છે, તો પણ તેણે સેવાની ભાવનામાં વ્યસ્ત રહેવું પડશે. તેથી તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો. જો કે આપણું મન ઘણું કહે છે, પરંતુ તેના પર નિયંત્રણ રાખો અને તમારું જીવન સેવા અને ભજન યોગમાં સમર્પિત કરો. દિવસભર કામ કરો અને સાંજે ગાયની સેવા, જરૂરિયાતમંદોની સેવા વગેરેમાં તમારી ભક્તિ કરો. આમ કરવાથી તમે આપોઆપ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરશો અને તમારા મનને શાંતિ મળશે.



