બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ દિલ્લી હાઇકોર્ટમાં એક ખુલાસો કર્યો છે, જે પછી હલચલ મચી ગઇ છે. EDએ દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં જેકલીન જાણીજોઇને સુકેશ ચંદ્રશેખરના ક્રાઇમની આવકનો સ્વીકાર કરી રહી હતી અને તેના ઉપયોગમાં સામેલ હતી.
જેકલીન ફર્નાંડિસની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં EDએ આ દલીલ કરી હતી. અભિનેત્રીએ સુકેશ ચંદ્રશેખર સાથે કથિત રીતે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. આ કેસ ન્યાયાધીશ મનોજ કુમાર ઓહરી સમક્ષ નોંધાયો હતો. જેકલીનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે EDની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.


