જો તમે તમારા પૈસાને ક્યાંક સુરક્ષિત રાખવા માંગો છો અને તેને વધતા જોવા માંગો છો, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SIB)ની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ તમારા કામ આવી શકે છે. જો તમે પણ સ્ટેટ બેંકમાં ખાતું ધરાવો છો તો બેંક તમને 53,531 રૂપિયા આપી રહી છે. જો તમે SBIમાં RD એટલે કે રિકરિંગ ડિપોઝિટ કરાવો છો, તો તમને 53,531 રૂપિયા વધારાના મળશે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ શું છે પહેલા તે જાણી લો.
SBI વરિષ્ઠ નાગરિકોને રિકરિંગ ડિપોઝિટ પર સામાન્ય ગ્રાહકો કરતાં વધુ વ્યાજનો લાભ આપે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક આરડી સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને 6.50 ટકાથી 7 ટકા સુધીના વ્યાજનો લાભ મળે છે. 12 મહિવાથી લઇ 120 મહિના સુધી એસબીઆઈમાં તમે આરડી કરાવી શકો છો અને ઓછામાં ઓછા 100 રૂપિયાના રોકાણથી તમે શરૂઆત કરી શકો છો.


