બજેટ 2024 : કઈ વસ્તુ સસ્તી અને કઈ મોંઘી થઈ ? મિડલ ક્લાસ માણસને શું ફાયદો થયો what will become costlier and cheaper

Divyesh Patel
0


દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સવારે 11 વાગ્યે સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યુ. આ બજેટને લઇને સામાન્ય માણસને ઘણી ઉમ્મીદ હતી. આ વખતે બજેટમાં કંઇ પણ સસ્તુ કે મોંઘુ નથી થયુ, એવું કેમ ?

તો એટલા માટે કારણ કે 2017માં GST લાગુ થયું હતુ અને તે બાદ બજેટમાં માત્ર કસ્ટમ ડ્યૂટી અને એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો છે, જે માત્ર કેટલીક બાબતોને અસર કરે છે. આ વખતે સરકારે કસ્ટમ ડ્યુટી કે એક્સાઇઝ ડ્યુટીમાં કોઇ પણ બદલાવ નથી કરવામાં આવ્યો. એવામાં છેલ્લા એક વર્ષમાં સામાન્ય જરૂરતની વસ્તુમાં કેટલા ભાવ વધ્યા કે કેટલા ઘટ્યા તે જાણીએ.


મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટ્સ પર સરકારે કસ્ટમ ડ્યૂટી ઘટાડી અને તેના કારણે હવે આવનારા દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે. આ ઉપરાંત સોના અને ચાંદીની ખરીદી મોંઘી થઈ શકે છે કારણ તેના પર ડ્યૂટી વધારવામાં આવી છે.છેલ્લા એક વર્ષમાં તુવર દાળની કિંમત 110 રૂપિયાથી વધી 154 રૂપિયા કિલો થઇ તો ચોખા 37 રૂપિયાથી વધી 43 રૂપિયા કિલો થયા.

રોજ જે વસ્તુનો ઉપયોગ થાય છે તે સામાન જેમ કે દૂધ, ખાંડ, ટામેટું અને ડુંગળીના ભાવ પણ વધ્યા છે.જો કે, ગેસ સિલિન્ડર સહિત ઘણી અન્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બજેટમાં વસ્તુ સસ્તી કે મોંઘી એ સમજવા માટે સૌથી પહેલા ટેક્સેશન સિસ્ટમને સમજવી પડશે, ટેક્સેશનને મોટી રીતે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં વહેંચવામાં આવ્યુ છે.


ડાયરેક્ટ ટેક્સ : આને લોકોની આવક અને પ્રોફિટ પર લગાવવામાં આવે છે. ઇનકમ ટેક્સ, પર્સનલ પ્રોપર્ટી ટેક્સ જેવા ટેક્સ આમાં આવે છે. ડાયરેક્ટ ટેક્સનો બોજ એ વ્યક્તિ જ વહન કરે છે જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હોય અને તે બીજા કોઈને આપી શકાતો નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) તેનું સંચાલન કરે છે.


ઇનડાયરેક્ટ ટેક્સ : આને વસ્તુઓ અને સેવાઓ પર લગાવવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, GST, VAT, સર્વિસ ટેક્સ જેવા ટેક્સ આમાં આવે છે. ઇનડાયરેક્ટ ટેક્સને એક વ્યક્તિથી બીજાને શિફ્ટ કરવામાં આવી શકે છે. જેમ હોલસેલર આને રિટેલર્સને પાસ કરે છે, જે આને ગ્રાહકોને પાસ કરે છે. એટલે કે આની અસર અંતમાં ગ્રાહકો પર જ પડે છે. આ ટેક્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા સંચાલિત થાય છે.


એવી ઓછી પ્રોડક્ટ છે જે બજેટમાં સસ્તી કે મોંઘી થાય છે, આવું એટલે કારણ કે 2017 બાદ લગભગ 90% પ્રોડક્ટ્સની કિંમત GST પર નિર્ભર કરે છે. GST સાથે જોડાયેલ બધા નિર્ણય GST કાઉન્સિલ લે છે. આ માટે બજેટમાં આ પ્રોડક્ટ્સની કિંમતોમાં કોઇ બદલાવ નથી થતો.

 

Post a Comment

0Comments
Post a Comment (0)
To Top