32 વર્ષની ઉંમરે પૂનમ પાંડેએ તોડ્યો દમ, આ પ્રકારના કેન્સરથી ગયો જીવ poonam pandey dies due to cervical cancer

Divyesh Patel
0

 


એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેનું નિધન થઇ ગયુ છે, તેને સર્વાઇકલ કેન્સર હતુ. પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપવામાં આવી છે. પૂનમ પાંડેના નિધનની ખબરે લોકોને શોક્ડ કરી દીધા છે. પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 2 ફેબ્રુઆરીની સવારે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેને જોઇ ચાહકો આઘાતમાં સરી પડ્યા. આ પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે- પૂનમનું મોત થઇ ગયુ છે,


તેનું નિધન સર્વાઇકલ કેન્સરને કારણે થયુ છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે- આજની સવાર અમારા માટે કઠિન છે, તમને એ જણાવતા દુખ થાય છે કે અમે સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમને ખોઇ દીધી છે. જે લોકો પણ તેના સંપર્કમાં આવ્યા, તે તેના સાથે પ્રેમથી મળી. દુખની આ ઘડીમાં અમે પ્રાઇવસીનો અનુરોધ કરીએ છીએ.


એક રીપોર્ટ અનુસાર, પૂનમ પાંડેના મેનેજરે ખુલાસો કર્યો કે 1 ફેબ્રુઆરીની રાતે સર્વાઇકલ કેન્સર સામે જંગ બાદ તેમણે દમ તોડી દીધો.પૂનમ પાંડેની ટીમે જણાવ્યુ કે- પૂનમે અંતિમ શ્વાસ તેના ગૃહનગર કાનપુરમાં લીધી. જો કે, તેના અંતિમ સંસ્કાર વિશે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પૂનમના નિધનની ખબરે લોકોને શોક કરી દીધા છે અને તેના ચાહકો પણ આઘાતમાં સરી પડ્યા છે.


આ પોસ્ટ સામે આવ્યા પછી પહેલા એવું લાગી રહ્યુ હતુ કે કદાચ પૂનમ પાંડેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઇએ હેક કરી લીધુ છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યુ- ઉમ્મીદ છે કે આ ફેક કે ફન પોસ્ટ નથી. ત્યાં બીજા એક યુઝરે લખ્યુ- મને લાગે છે કે આ ફેક પોસ્ટ છે. જણાવી દઇએ કે, પૂનમે વર્ષ 2013માં બોલિવુડમાં ફિલ્મ ‘નશા’થી ડેબ્યુ કર્યુ હતુ.


પૂનમ પાંડે ફેમસ મોડલ હતી, તેની લોકપ્રિયતા ત્યારે સાતમા આસમાને પહોંચી જ્યારે વર્ષ 2011 ક્રિકેટ વિશ્વ કપ ફાઇનલ પહેલા તેણે એક વીડિયો મેસેજમાં વાયદો કર્યો કે જો ભારત ફાઇનલ મેચ જીતે છે તો તે કપડા ઉતારી દેશે.




પોતાના આ દાવાને કારણે તે પહેલીવાર વિવાદોમાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પૂનમ છેલ્લે કંગના રનૌતના રિયાલિટી શો લોકઅપમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કંટ્રોવર્શિયલ શો બિગબોસ 6નો પણ હિસ્સો રહી ચૂકી છે.

 


પર્સનલ લાઇફની વાત કરીએ તો, પૂનમે સૈમ બોમ્બે સાથે લગ્ન કરી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ લગ્ન બધા માટે એક સરપ્રાઇઝ જેવા હતા. જો કે, તેના લગ્ન વધુ ટકી ન શક્યા અને 2020માં લગ્નના તરત બાદ જ તેણે તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો.


ઇન્ટરનેટ પર ફેન્સને હજી પણ વિશ્વાસ નથી કે પૂનમ પાંડેનું અવસાન થયું છે. શરૂઆતમાં ચાહકોને લાગ્યું કે આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે તો કેટલાંકને લાગ્યું કે કોઈએ પૂનમ પાંડેનું અકાઉન્ટ પેજ હૅક કર્યું છે. એક ફેન્સે ઇન્ટરનેટ પર પોસ્ટ કરી હતી,

 


આશા છે કે આ પોસ્ટ ફૅક કે પછી ફન પોસ્ટ નહીં હોય. અન્ય એકે કમેન્ટ કરી હતી, મને લાગે છે કે આ ફૅક પોસ્ટ છે. તમને જણાવી દઈએ કે પૂનમે 2013માં આવેલી ફિલ્મ ‘નશા’થી અભિનયની શરૂઆત કરી હતી. તે છેલ્લે થોડાક મહિનાઓ પહેલા આવેલા રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી.પૂનમ પાંડે એક વર્સેટાઈલ એકટ્રેસ છે,


 


જે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કામ માટે જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની વાઇબ્રેન્ટ હાજરી માટે પણ જાણીતી છે. એક મોડેલ અને અભિનેત્રી તરીકેની તેની જર્નીએ દર્શકોને મોહિત કર્યા, તેની પ્રતિભા અને કરિશ્મા સ્ક્રીન પર દર્શાવી. તેના પરોપકારી પ્રયાસોએ ઘણા લોકોના હૃદય પર અમીટ છાપ છોડી દીધી છે.

 

Post a Comment

0Comments
Post a Comment (0)
To Top