પંખા પર જોવા મળ્યો ખતરનાક કિંગ કોબ્રા, પંખો ફરતો હતો છતાં પણ ફેણ ફેલાવીને બેઠો રહ્યો, વીડિયોએ રૂંવાડા ઉભા કરી દીધા જુઓ
King Cobra Hanging From Ceiling Fan : સાપ જકોઇને ભલા ભલાનાં હોશ ઉડી જાય છે અને તેમાં પણ જો કિંગ કોબ્રા તમારી આસપાસ હોય તો શું હાલત થાય એ કલ્પના પણ ના કરી શકાય. સોશિયલ મીડિયામાં સાપના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણી એવી ચોંકાવનારી ઘટનાઓ જોવા મળે છે જે લોકોને હેરાન કરી દે છે, ઘણા લોકો સાપને પકડતા પણ હોય છે અને તેના રેસ્ક્યુ વીડિયો પણ બનાવતા હોય છે. ત્યારે હાલ એક કિંગ કોબ્રાનો વીડિયો વાયરલ થયો છે, જે પંખા પર ચઢીને ફેણ ફેલાવી રહ્યો છે.
પંખા પર કિંગ કોબ્રા :
આ આશ્ચર્યજનક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @chandrasekaran6102 હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. ક્લિપમાં આઠથી દસ ફૂટ લાંબો વિશાળ કિંગ કોબ્રા સીલિંગ ફેન સાથે ચોંટેલો છે. ખતરનાક વાત એ છે કે પંખો ફરતો હોય છે, આવી સ્થિતિમાં કોબ્રા ગમે ત્યારે જમીન પર પડી શકે છે અને આ દરમિયાન તે કોઈને પણ ડંખ મારી શકે છે.વીડિયોને 26 જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતોઅને થોડા જ દિવસોમાં તેને લાખો વ્યૂઝ અને લગભગ 65,000 લાઈક્સ મળ્યા છે.
લોકોના શ્વાસ અઘ્ધર :
લોકો આ અંગે સતત કોમેન્ટ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચાલતા પંખા પર સાપનું બેસવું ખૂબ જ ખતરનાક છે, કારણ કે જો કોઈ પંખાની નીચે આવી જાય તો તેનો જીવ પણ જઈ શકે છે. જો કે આ ઘટના કયા સ્થળે બની તે જાણી શકાયું નથી. પરંતુ આ ક્લિપને જોતા સમજી શકાય છે કે કોબ્રા ઝૂંપડીમાં ઘૂસ્યો છે અને પછી પંખાથી લટકી ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલો કિસ્સો નથી. થોડા સમય પહેલા આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મલેશિયામાં એક પરિવારે પોતાના ઘરની છત પરથી એક પછી એક ત્રણ સાપ બહાર આવતા જોયા હતા.


