નોરા ફતેહીની ગણતરી બોલિવૂડની સુપર ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. એક્ટ્રેસ મોટાભાગે રિવીલિંગ આઉટફિટમાં જોવા મળે છે. નોરા ફતેહી જ્યારે ડાંસ કરે છે, તો બધાની નજર તેના પર અટકી જાય છે. તેના ડાંસ મૂવ્સ કમાલના હોય છે. તે કેટલીક ફિલ્મોમાં આઇટમ નંબર પણ કરી ચૂકી છે.
નોરાએ પોતાના ડાન્સના દમ પર બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. તે ઘણી ફિલ્મોની સાથે સાથે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે અને તેણે ઘણા ડાન્સ રિયાલિટી શોને પણ જજ કર્યા છે. જો કે, હાલમાં તેણે ડાંસ શો ‘ડાંસ પ્લસ પ્રો’માં કંઇક એવું કરી દીધુ કે જેને જોઇ લોકો ગુસ્સામાં લાલચોળ થઇ ગયા. ઘણા લોકો તો એવો સવાલ પૂછવા લાગ્યા કે ફેમીલી શોમાં આવું બધું થઇ રહ્યુ છે ?
આ દરમિયાન નોરા ગ્રે બોડી હગિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. વીડિયોમાં નોરા સ્ટેજ પર આવે છે કે બધા ખુશીથી ઉછળી પડે છે. નોરા ‘નાચ મેરી રાની…’ ગીત પર ડાન્સ કરે છે અને ડાંસ કરતા કરતા બોટલમાંથી પાણી પોતાના પર રેડે છે. આ જોઈને ત્યાં હાજર લોકો પણ ચોંકી જાય છે. આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ નારાજ છે.
ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ પ્રો’માં નોરા સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવી હતી, આ શોને રેમો ડિસોઝા જજ કરી રહ્યા છે અને શોમાં ત્રણ કેપ્ટન છે જેમાં કેપ્ટન પુનિત, કેપ્ટન રાહુલ અને કેપ્ટન શક્તિ મોહન છે. શોમાં નોરા સ્ટેજ પર ‘નાચ મેરી રાની’ પર પરફોર્મ કરી રહી છે. આ પછી તે ચાલુ ડાંસમાં પોતાના પર પાણી રેડવાનું શરૂ કરે છે.




