મૃણાલ ઠાકુરે ગિફ્ટ સીટી ફિલ્મફેરમાં પહેર્યો હતો જોરદાર હોટ ડ્રેસ, ગરમ થઈ ગયો માહોલ- જુઓ PHOTOS mrunal thakur in shimmer dress

Divyesh Patel
0

 


મૃણાલ ઠાકુરે ગિફ્ટ સીટી ફિલ્મફેરમાં પહેર્યો હતો બેહદ હોટ ડ્રેસ, મારકણી અદાઓમાં બધી હદો પર કરી- જુઓ હોટ Photos

મૃણાલ ઠાકુર બોલિવુડની મશહૂર એક્ટ્રેસમાંની એક છે, ટેલિવિઝનથી લઇ બોલિવુડ અને પછી સાઉથની એક્ટ્રેસ બનના સુધી મૃણાલે ઘણી લાંબી સફર કરી છે. એક્ટ્રેસે તેના કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી.

જો કે, આ પછી તેણે બોલિવુડ અને સાઉથમાં પોતાનો સિક્કો અજમાવ્યો. નાના પડદાથી લઇને મોટા પડદા સુધી પોતાને સાબિત કરી ચૂકેલી એક્ટ્રેસ મૃણાલ ઘણા શાનદાર પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી છે. એટલું જ નહિ, તેણે સીતા રામમ અને હાય નન્ના સહિત ઘણી સાઉથ ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.


સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનાર મૃણાલ અવાર નવાર તેની તસવીરો અને વીડિયોથી ચાહકોની ધડકન તેજ કરતી રહે છે. ત્યારે હાલમાં જ મૃણાલે તેની કેટલીક બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે, જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. હાલમાં મૃણાલે એક ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જ વાયરલ થઇ ગઇ. મૃણાલે બોડીકોન ગાઉન પહેર્યુ છે, જે ડીપનેક સ્ટાઇલમાં છે.


આ લુકને કંપલીટ કરવા માટે તેણે વાળને કર્લી રાખ્યા છે અને મેકએપ કર્યો છે. એક્ટ્રેસના આ લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, હાલમાં જ મૃણાલ તેલુગુ ફિલ્મ ‘હાય નન્ના’માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયને દર્શકો દ્વારા ઘણો પસંદ કરાયો હતો અને તેની ઘણી સરાહના પણ થઇ હતી. ત્યારે થોડા સમય પહેલા અભિનેત્રીને એક ઇન્ટરવ્યુમાં વધારે હિંદી રોમેન્ટિક ફિલ્મો ન કરવા વિશે પૂછવામાં આવ્યુ.


તો તેણે જવાબમાં કહ્યુ- તે પોતાને ફિલ્મ નિર્માતાઓ સામે સાબિત કરીને થાકી ગઈ છે. અભિનેત્રીના ચોંકાવનારા ખુલાસાથી તે હેડલાઈન્સનો હિસ્સો બની ગઇ હતી. એક ઇન્ટરવ્યુમાં જ્યારે મૃણાલને પૂછવામાં આવ્યું હતુ કે શું તે હિન્દી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરશે, તો તેણે કહ્યું, ‘મને ખબર નથી, હું હજી એટલી લોકપ્રિય નથી કે મને લવ સ્ટોરી મળી શકે, હું ખોટી છું? લવ સ્ટોરી મેળવવા માટે મારે લોકપ્રિય બનવું પડશે, નહીં ?


મને ઘણી બધી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે, પરંતુ રોમેન્ટિક ફિલ્મો બિલકુલ નથી.” હું તે કરવાનું પસંદ કરીશ. મને નથી ખબકૃર યાર, હું હવે ફિલ્મ નિર્માતાઓ સામે પોતાને સાબિત કરીને કંટાળી ગઇ છું. હું ઇચ્છું છું કે તે વ્યવસ્થિત રીતે થાય, મેં તેમને પૂછવાનું છોડી દીધું છે.


Post a Comment

0Comments
Post a Comment (0)
To Top