એક દિવસના સસ્પેંસ બાદ આખરે મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેના મોતની ખબર ફેક નીકળી. પૂનમ પાંડેએ આજે એટલે કે 3 ફેબ્રુઆરીએ જાહેરાત કરી કે તેનું સર્વાઇકલ કેન્સરથી મોત નથી થયું. ઈન્સ્ટાગ્રામ પર પૂનમનો આ વીડિયો મોતની ખબરવાળી પોસ્ટ બાદ આવ્યો. આ વીડિયોમાં પૂનમ કહી રહી છે કે “હું જીવિત છું. મારુ સર્વાઇકલ કેન્સરથી મોત થયુ નથી.
કમનસીબે, હું સેંકડો અને હજારો મહિલાઓ વિશે આવું કહી શકતી નથી, જેમણે સર્વાઇકલ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું નથી કે તેના વિશે તે કંઇ કરી શકતી નહોતી, પણ તેમને ખબર નહોતી કે શું કરવું.હું તમને કહેવા માટે અહીં છું કે અન્ય કેન્સર મુકાબલે સર્વાઇકલ કેન્સરથી બચાવ સંભવ છે.” પૂનમે આગળ કહ્યુ કે- તમારે બસ તપાસ કરાવવાની છે અને HPV રસી લેવાની છે.
આપણે આ સિવાય પણ ઘણુ કરી શકીએ છીએ, કારણ કે એ પાક્કુ કરી શકીએ કે આ બીમારીથી બીજાનો જીવ ના જાય. પ્લીઝ www.PoonamPandeyIsAlive.com પર વિઝીટ કરો. આ પછી પૂનમ પાંડેએ વધુ એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે જણાવ્યુ કે- હું માફી માગવા માગુ છુ કારણ કે મારા કારણે કેટલાક લોકોની આંખોમાં આંસુ હતા. મેં આવું કેમ કર્યું? ? જેથી કરીને આ વિશે વાતચીતનો વિષય બનીને હું લોકોને શોક આપી શકું કે તેઓ તેના વિશે પૂરતી વાત નથી કરી રહ્યા.



