મશહૂર ટીવી સીરિયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના વરિષ્ઠ યુવા પત્રકાર પોપટલાલ છેલ્લા 15 વર્ષથી લગ્ન માટે છોકરીની શોધ કરી રહ્યા છે, પણ તેમના લગ્ન જ નથી થઇ રહ્યા. શોમાં ઘણીવાર પોપટલાલના લગ્નનો પ્લોટ લાવવામાં આવ્યો, પણ અંતમાં તો તેના હાથ નિરાશા જ લાગી. જો કે, શોમાં ભલે પોપટલાલ કુંવારો હોય પણ અસલ જીવનમાં તેની લવ સ્ટોરી કોઇ ફિલ્મથી કમ નથી.
એક્ટરની રેશમી સાથેની પહેલી મુલાકાત ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’માં અભ્યાસ દરમિયાન થઇ હતી. ત્યાં જ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઇ અને પછી એક્ટિંગમાં કરિયર બનાવ્યા બાદ તે લગ્નના બંધનમાં બંધાઇ ગયા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શ્યામ પાઠકના ઘરવાળા રેશમી સાથે તેના લગ્નની વિરૂદ્ધ હતા.
એક્ટરે પરિવાર વિરૂદ્ધ જઇ પ્રેમને મુકમ્મલ કર્યો. શ્યામ પાઠકે ફિલ્મ ઘુંઘટથી બોલિવુડ ડેબ્યુ કર્યુ હતુ, પણ ફિલ્મોથી કંઇ ખાસ ઓળખ ન મળી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ અને ફેમ ન મળતા તે ટીવી તરફ વળ્યા અને એ લોકપ્રિયતા હાંસિલ કરી જેનું બધા કલાકાર સપનું જોતા હોય છે.
એક્ટર આ સીરિયલમાં 15 વર્ષથી કામ કરી રહ્યા છે અને આ શોએ તો તેમની કિસ્મત બદલી દીધી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શ્યામ પાઠક શોના એક એપિસોડ માટે 60 હજાર જેટલી ફી વસૂલે છે.





