32 વર્ષની ઉંમરમાં સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેના નિધનની ખબર ગત રોજ આવી. એક્ટ્રેસની પીઆરટીમે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એખ પોસ્ટ શેર કરી પૂનમના મોતની જાણકારી આપી. જો કે, એક્ટ્રેસનું નિધન ક્યારે અને ક્યા થયુ, તેમજ તેની બોડી ક્યાં છે અને તેના અંતિમ સંસ્કાર ક્યારે થવાના છે ? આ પર કઇ પણ જાણકારી સામે નહોતી આવી.
એક્ટ્રેસની મોત પર સસ્પેંસ બનેલુ છે. આ બધા વચ્ચે હવે પૂનમના નિધનની ખબરના એક દિવસ બાદ, તેના એક્સ પતિ સૈમ બોમ્બેએ ચુપ્પી તોડી છે. તેણે એક નોટ લખી અને કહ્યુ કે- આ ખબર સાચી ન હોઇ શકે અને લોકોને સવાલ પૂછવાની પણ રિકવેસ્ટ કરી.
તેણે આગળ લખ્યુ- હું બધાને તેની સંવેદનાઓ માટે ધન્યવાદ આપુ છુ પણ હું તમને આકલન કરવા અને સવાલ પૂછવાની રિકવેસ્ટ કરીશ. કંઇ બરાબર નથી લાગી રહ્યુ. જાણાવી દઇએ કે, પૂનમ અને સૈમએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા પરંતુ એક્ટ્રેસના લગ્ન 10 દિવસ પણ ના ટકી શક્યા. તેણે તેના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
Poonam Pandey is ALIVE : ગઈકાલે આખા દેશમાં એક ખબરે તહેલકો મચાવી દીધો હતો અને એ ખબર હતી બૉલીવુડ અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મોતની, તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ પણ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી
અને તેમાં કહેવામાં આવ્યું હતું કે સર્વાઈકલ કેન્સરના કારણે અભિનેત્રીનું મોત થયું છે, જેના બાદ દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, તેના મોત અંગે અલગ અલગ શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ડ્રગ્સના ઓવર ડોઝના કારણે પણ તેનું મોત થયું હોવાની ખબર સામે આવી હતી, પરંતુ તેના મોતની અધિકારીક પુષ્ટિ નહોતી થઇ.
જીવતી છે પૂનમ પાંડે :
પરંતુ હવે આ આખા મામલા પરથી પડદો ઊંચકાઈ ગયો છે અને પૂનમ પાંડેનું મોત ફક્ત એક અફવા હોવાનું સામે આવ્યું છે. પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં પૂનમ પોતે જીવિત હોવાનું જણાવી રહી છે. આ જોઈને લોકોનો પિત્તો પણ સાતમા આસમાને પહોંચી ગયો છે અને પૂનમને ઘણી ખરી ખોટી વાતો સંભળાવી રહ્યા છે, સાથે જ આ બધું એક પબ્લિસિટી સ્ટન્ટ હોવાનું પણ કહી રહ્યા છે.




.jpg)
.jpg)