40 કરોડમાં બનેલ ‘હનુમાન’ ફિલ્મે કરી દીધુ અધધધ કરોડનું કલેક્શન: ‘ફાઇટર’ પર ના બગાડી શકી ‘હનુમાન’નો ખેલ, તેજા સજ્જાની ફિલ્મ કરી રહી છે તોફાની કલેક્શન
બોક્સ ઓફિસ પર બોલિવૂડના તોફાન વચ્ચે પણ સાઉથ ઈન્ડસ્ટ્રી પાછળ નથી. સાઉથની ઘણી એવી ઓછા બજેટની ફિલ્મો આવે છે, જે બોક્સઓફસ પર પોતાની શક્તિ બતાવે છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘હનુમાન’ પણ બોક્સ ઓફિસ પર સતત પોતાનો પાવર બતાવી રહી છે. ઓછા બજેટની આ ફિલ્મે તેની કમાણીથી બધાને ચોંકાવી દીધા છે.
નથી થમી રહી ‘હનુમાન’ની રફતાર
તેજા સજ્જાની સુપરહીરો ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી હિટ રહી કે તેણે બજેટ કરતાં 10 ગણી વધુ કમાણી કરી. તેજા સજ્જાની ‘હનુમાન’ ઝડપથી 100 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ, ત્યારબાદ પણ ફિલ્મની ગતિ ચાલુ રહી. હવે આ ફિલ્મ 250 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 12 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવું તોફાન મચાવ્યું કે પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘મેં અટલ હૂં’ સહિત ઘણી ફિલ્મો પાછળ રહી ગઈ.
40 કરોડમાં બનેલ ‘હનુમાન’ 250 કરોડ પાર
40 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘હનુમાન’એ વિશ્વભરમાં 250 કરોડથી વધુનું કલેક્શન કર્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘હનુમાન’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આટલી મોટી કમાણી કરનાર પાંચમી તેલુગુ ફિલ્મ બની છે. ભગવાન હનુમાન પર આધારિત આ ફિલ્મ જોઈને વિશ્વભરના રામ ભક્તો અને હનુમાન ભક્તો ભક્તિમાં તલ્લીન થઈ ગયા.
સીક્વલ પર 1 હજાર કરોડ લગાવવા તૈયાર પ્રોડ્યુસર્સ
પ્રશાંત વર્માની ફિલ્મ ‘હનુમાન’ને સમીક્ષકોએ ખૂબ વખાણી. ફિલ્મની સ્ટોરીથી લઈને VFX સુધી આ ફિલ્મની ઘણી પ્રશંસા થઈ. ખાસ વાત એ છે કે ‘ફાઇટર’ જેવી મોટી હિન્દી ફિલ્મ રિલીઝ થયા બાદ પણ ફિલ્મનું કલેક્શન નથી અટકી રહ્યું. ત્યારે હવે ફિલ્મની સફળતા જોઈને મેકર્સ સિક્વલ ‘જય હનુમાન’ બનાવી રહ્યા છે, જેના પર નિર્માતા 1000 કરોડ રૂપિયા સુધીનું પણ રોકાણ કરવા તૈયાર છે.
સુસ્ત પડી હ્રતિક-દીપિકાની ‘ફાઇટર’
ઋષભ શેટ્ટીની ભૂત કોલા પરંપરા પર આધારિત ‘કંતારા’ હોય કે ભગવાન કૃષ્ણ પર આધારિત ‘કાર્તિકેય 2’. સાઉથમાં બનેલી આ ફિલ્મોએ હવે માત્ર પાન ઈન્ડિયામાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સફળતા મેળવી છે. તેલુગુ ફિલ્મ ‘હનુમાન’એ અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 250 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને એવું કહેવાય છે કે આ ફિલ્મ માત્ર 40 કરોડના બજેટમાં જ બની છે.




