29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં. આ સિવાય આરબીઆઈ (Reserve Bank) એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.
RBI એ કંપની પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ સુવિધા, વોલેટ અને ફાસ્ટેગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ પર બેન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે Paytm પેમેન્ટ બેંક પણ નવા ગ્રાહકો વધારી નહિ શકે. RBI એ જણાવ્યું છે છે કે જે કસ્ટમરનું અહીંયા એકાઉન્ટ છે
તેઓ તેમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે. RBI એ વધુ માં જણાવ્યું કે કસ્ટમર સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી તેમના પૈસા ઉપાડી શકે છે. Paytm પેમેન્ટ બેંક સતત નિયમોની અવગણના કરી રહી છે, જેના કારણે RBIએ આ કડક પગલું ભર્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ઓડિટમાં ઘણી સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે.
સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને અનુગામી કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કંપનીએ સતત પાલન ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.





