બોલિવુડ અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી અને અવાર નવાર પોતાના બોલ્ડ અંદાજથી હેડલાઇન્સમાં બની રહેતી હતી. ત્યારે અભિનેત્રીના નિધનની ખબરથી ચાહકોને ઝાટકો લાગ્યો છે. ઘણા લોકો તો એ માનવા તૈયાર નથી કે પૂનમ ખરેખર આ દુનિયાને અલવિદા કહી ચૂકી છે. કેટલાક લોકો આ ખબરને ફેક પણ કહી રહ્યા છે.
જો કે, પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. પહેલા અભિનેત્રીનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયુ હોવાનું સામે આવ્યુ હતુ કે જો કે તે બાદ હવે કેટલાક મીડિયા રીપોર્ટમાં એું કહેવામાં આવી રહ્યુ છે કે તેનું મોત ડ્રગ ઓવરડોઝને કારણે થયુ છે. આ વચ્ચે પૂનમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં તે ગ્લેમરસ અને હોટ લુકમાં નજર આવી રહી છે.
એક્ટ્રેસે આ વીડિયો શેર કરતા લાઇફ બેલેન્સનો મેસેજ પણ આપ્યો હતો. છેલ્લા વીડિયોમાં પૂનમ વ્હાઇટ કોર્સેટ બ્રાલેટ અને બ્લેક પેંટમાં જોવા મળી રહી છે. તે ગોવામાં સમુદ્ર વચ્ચે ક્રૂઝ પાર્ટીનો ભાગ બની હતી. વીડિયો શેર કરતા પૂનમે લખ્યુ- બ્લેક એન્ડ વ્હાઇટ, ધ યિન એન્ડ યાંગ, જે મારી જિંદગીને બેલેન્સ કરે છે. એક્ટ્રેસનો આ વીડિયો જોઇ કોઇ અંદાજ ન લગાવી શકે કે તેને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારી હતી.


