ગુરુ અને શનિના ડબલ ગોચરથી આ 3 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના પ્રબળ યોગ… shani and guru 2024

Divyesh Patel
0


 

શુભ સમાચાર: ગુરુ-શનિના ડબલ ગોચર બનાવશે આ 3 રાશિઓને માલામાલ, અચાનક ધન મળવાનું છે સમજી લેજો, જુઓ એ રાશિ વિશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ અને ગુરુના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. આ સમયે રાહુ મીન રાશિમાં સ્થિત છે. દેવગુરુ મેષ રાશિમાં તો શનિ કુંભ રાશિમાં છે. આ સાથે જ જ્યારે દેવગુરુ અને શનિ કુંડળીના જે ભાવને સંયુક્ત રૂપથી પ્રભાવિત કરે છે, તો તે ભાવ જાગૃત થઇ જાય છે.

જણાવી દઈએ કે 6 એપ્રિલ સુધી શનિ રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે અને તેના પછી દેવગુરુના પૂર્વાભદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે દેવગુરુ ગુરુ તેના અનુકૂળ ગ્રહો સૂર્ય, ચંદ્ર અને મંગળના કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષ નક્ષત્રમાં જશે. આવી સ્થિતિમાં શનિ અને ગુરુ બેવડા પરિણામ આપવા તૈયાર છે.


મિથુન: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, તેમજ લાંબા સમયથી અટકેલા જો કોઇ કામ હશે તો તે પૂર્ણ થશે. સંપત્તિમાં વધારો થશે અને સરકાર-રાજકારણમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે, જેનો લાભ મળશે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે, આત્મવિશ્વાસ વધશે. નવા કામની જો કોઇ શરૂઆત કરી રહ્યુ છે તો ફાયદાકારક સાબિત થશે.


સિંહઃ ભાગ્ય સાથ આપશે, બગડેલા કામ પૂર્ણ થશે. મહેનતનું ફળ મળશે, પિતાને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જુએ છે તેમને ફાયદો થશે. નોકરીમાં પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ મેળવી શકો છો. આધ્યાત્મિકતા તરફ રસ વધશે, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો. માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવાનું ભૂલશો નહીં.


ધનુ: સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે, શેર માર્કેટમાં આર્થિક લાભ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથી સાથે લગ્નનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ડેયલી ટ્રેન્ડસ ન્યુઝ આની પુષ્ટિ કરતુ નથી.)


Tags

Post a Comment

0Comments
Post a Comment (0)
To Top