મોત પહેલા ગોવામાં ફરતી હતી પૂનમ પાંડે, ગોવામાં સફેદ બ્રા માં દેખાતું હતું જોરદાર હોટ ફિગર, જુઓ વીડિયો
Poonam Pandey Last Instagram Post : આજે મનોરંજન જગતમાંથી એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેને સૌના હોશ ઉડાવી દીધા. 32 વર્ષીય અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેનું અચાનક નિધન થઇ ગયું અને આ ખબરથી છાકો પણ શોકમાં છે.
2 ફેબ્રુઆરીએ, સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર આવ્યા, મેનેજેરે પણ પુષ્ટિ કરી. બધાને નવાઈ લાગે છે કે આટલું અચાનક કઈ રીતે થઈ ગયું. ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો છે. જ્યારે પૂનમ પાંડેને માત્ર એક કે બે મહિના પહેલા પેપરાજી દ્વારા જોવામાં આવી હતી, ત્યારે તે એકદમ ઠીક હતી. આટલું જ નહીં, 3 દિવસ પહેલા પણ તે ઠીક હતી, તેણે ગોવામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
3 દિવસ પહેલા હતી ગોવા :
32 વર્ષની પૂનમ પાંડેની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તે જ દિવસની છે. તેણે ત્રણ દિવસ પહેલા એટલે કે 30-31 જાન્યુઆરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગોવામાં જોવા મળી હતી. વીડિયોમાં તે એકદમ સુંદર અને સ્વસ્થ દેખાઈ રહી હતી. પૂનમ પાંડેએ વીડિયો શેર કરીને લખ્યું, ‘વ્હાઈટ એન્ડ બ્લેક, યીન અને યાંગ જે મારા જીવનમાં બેલેન્સ કરે છે.’ વીડિયોમાં પૂનમ પાંડે કેમેરા તરફ હસતી જોવા મળી રહી છે.
એકદમ સ્વસ્થ અને સુંદર દેખાતી હતી :
આના એક અઠવાડિયા પહેલા તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. તેનો અર્થ એ છે કે પૂનમ પાંડેએ તેના ચાહકો સાથે તેના સ્વાસ્થ્ય અથવા કોઈપણ રોગ વિશે ક્યાંય પણ કંઈપણ શેર કર્યું નથી. અને હવે જ્યારે અચાનક સર્વાઇકલ કેન્સરને કારણે તેમના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે લોકો આઘાતમાં છે. એટલું જ નહીં, માત્ર એક અઠવાડિયા પહેલા જ રામ મંદિરના અભિષેક બાદ પૂનમે શ્રી રામની મૂર્તિઓ ગરીબોને વહેંચતા પેપરાજીને બતાવ્યા હતા.
ચાહકો આઘાતમાં :
24 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તિઓનું વિતરણ કરતી વખતે તેણે પ્રાણ પ્રતિષ્ઠા પર ખુશી વ્યક્ત કરી હતી. પૂનમ પાંડેએ કહ્યું હતું કે એવું લાગે છે કે ભગવાન રામ વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા છે. પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું છે. ત્યારે તેના ચાહકો પણ કોમેન્ટમાં આઘાત વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. પૂનમ પાંડેના મેનેજરે મીડિયાને જણાવ્યું કે પૂનમનું નિધન 1 ફેબ્રુઆરીના રોજ જ થઇ ગયું હતું.

.jpg)


