ગંદી ફિલ્મો કરનારી પૂનમ પાંડે મરતાં પહેલા કરી ગઇ એવું કામ, વખાણ કરવા પડશે તમારે, સલામ કરશો, જાણો
લોકઅપ ફેમ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરને નિધન થઇ ગયુ છે. પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપવામાં આવી હતી, જે બાદ તેના ચાહકો આઘાતમાં સરી પડ્યા.
પૂનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 2 ફેબ્રુઆરીની સવારે એક પોસ્ટ શેર કરવામાં આવી, જેમાં પૂનમના મોતની જાણકારી આપવામાં આવી. પૂનમનું નિધન 1 ફેબ્રુઆરીની રાતે થયું હતું. પૂનમ માત્ર 32 વર્ષની હતી, પરંતુ તેણે ઘણા ઓછા સમયમાં પોતાનું જબરદસ્ત નામ બનાવ્યુ હતું.
પૂનમ અવાર નવાર ઘણા વિવાદોમાં પણ ઘેરાયેલી રહેતી અને ટ્રોલર્સના નિશાના પર પણ રહેતી. પૂનમ ઘણીવાર તેની બોલ્ડ તસવીરો કે વીડિયો તેમજ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ટ્રોલ પણ થતી હતી. જો કે, તેના નિધનના થોડા દિવસ પહેલા જ તેણે એવું કામ કર્યું કે ઘણા લોકોએ તેના વખાણ કર્યા હતા. ગત દિવસોમાં માલદીવના બોટકોટની મૂવમેન્ટ શરૂ થઇ, જેમાં ઘણા બોલિવુડ સેલેબ્સે ભારતીય દ્વીપ લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરી કરૂ દીધુ.
ત્યાં માલદીવના બહિષ્કાર સાથે ત્યાં થના શૂટના પ્લાનને પણ કેન્સલ કરવામાં આવ્યા. અક્ષય કુમાર, જોન અબ્રાહમ, કૈલાશ ખૈર, ઇશા ગુપ્તા, અમિતાભ બચ્ચન સહિત અનેક સેલેબ્સે માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ જવાની અપીલ કરી. આ સાથે જ લોકો પણ ભારતીય આઇલેન્ડ પર પોતાની વેકેશન ટ્રિપને પ્રાથમિકતા આપવાનું કહી રહ્યા હતા. આ બધા વચ્ચે પૂનમ પાંડેએ પણ સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં માલદીવમાં થનાર શુટિંગને કેન્સલ કરવાની વાત ચાલી રહી હતી.
આ ચેટ શેર કરતા પૂનમે લખ્યુ- મને માલદીવમાં શુટિંગ પસંદ છે, પણ હું હવે ક્યારેય પણ માલદીવમાં શુટિંગ નહિ કરું. જ્યારે મેં માલદીવમાં અપકમિંગ શૂટને શિડ્યુલ કર્યુ ત્યારે મેં ટીમને કહ્યુ કે હું શુટ નહિ કરુ, ખુશનસીબી છે કે તેઓ માની ગયા અને હવે લક્ષદ્વીપમાં શુટિંગ કરશે. આ પછી પૂનમે તેના ટ્વીટમાં જણાવ્યું કે તે હવે લક્ષદ્વીપમાં શૂટિંગ કરવાનો પ્લાન બનાવી રહી છે.
તેણે X પર લખ્યું, “લક્ષદ્વીપથી પ્રોડક્શન કંટ્રોલર કે શૂટિંગ લોકેશન મેનેજર કે ગાઈડની તાત્કાલિક જરૂર છે. કૃપા કરીને મને ડાયરેક્ટ મેસેજ કરો. એક્સપ્લોર ઈન્ડિયા આઈલેન્ડ.” આ પહેલા પૂનમે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, “આપણા દેશ અને તેના નેતાઓની ગરિમા જાળવવી મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે અનાદર દર્શાવનારાઓને સસ્પેન્ડ કરવાના નિર્ણય સાથે હું મજબૂતીથી ઊભી છું. આપણી એકતા અને આપણા રાષ્ટ્ર માટે આદર હંમેશા પ્રથમ આવવો જોઈએ.”

.jpg)



