પંચમહાલમાં પોપટ અને કિશોર વચ્ચેની મિત્રતાએ આંખો ભીની કરી, કિશોરના મોત બાદ ચિતા શાંત ના થઇ ત્યાં સુધી બેસી રહ્યો, જુઓ તસવીરો parrot and human love panchmahal

Divyesh Patel
0

 


અર્થી પર બેસી રહ્યો, ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સાથ ન છોડ્યો: પોપટનો પ્રેમ જોઈ ડાઘુઓ રડી પડ્યા

Parrot and Human Love Panchmahal : માણસ અને પશુ પક્ષીઓની મિત્રત્તાની ઘણી કહાનીઓ આપણે અત્યાર સુધી સાંભળી હશે, કેટલીય ઘટનાઓ આપણે જોઈએ કે પશુ પક્ષીઓની માણસો સાથે એટલી આત્મીયતા થઇ જાય છે કે છેલ્લા શ્વાસ સુધી તે સાથ નિભાવતા હોય છે, હાલ એક એવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી જ્યાં, જ્યાં પોપટે મિત્રતાનું એક મોટું ઉદાહરણ આપ્યું. એક કિશોરનું મોત થઇ જતા જ્યાં સુધી ચિતા શાંત ના થઇ ત્યાં સુધી તે સળગતી ચિતા પાસે જ બેસી રહ્યો.


અંતિમ યાત્રામાં જોડાયો પોપટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં આવેલા ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં રહેતા 17 વર્ષના નરેશ પરમાર નામના એક કિશોરને પોપટ સાથે અદમ્ય મિત્રતા બંધાઈ ગઈ હતી. નરેશ પોતાના પિતા સાથે મંદિરમાં ચણ નાખવા માટે જતો હતો તે દરમિયાન આ ચણ ખાવા માટે પોપટ પણ આવતો હતો અને ત્યારે કે પોપટ સાથે નરેશને મિત્રતા બંધાઈ ગઈ. પરંતુ જયારે નરેશનું અકાળે નિધન થયું તો પોપટે પણ તેની અંતિમ યાત્રામાં હાજરી આપી મિત્રતા નિભાવી.


ચિતા શાંત ના થઇ ત્યાં સુધી બેસી રહ્યો :

17 વર્ષીય નરેશનું કોઈ કારણે આકાળે નિધન થઇ ગયું. ત્યારે તેનો મિત્ર પોપટ તેની અંતિમ યાત્રા પણ સામેલ થયો. આ નજારો જોઈને સૌ કોઈની આંખો ભીની થઇ ગઈ હતી. જ્યારે  નરેશને સ્મશાને લઇ જતા હતા ત્યારે પણ પોપટ સાથે રહ્યો. ડાઘુઓએ પોપટને ઉડાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે ગયો નહિ અને છેક સુધી સાથે રહ્યો. જયારે નરેશની ચિતા શાંત થઇ ત્યાં સુધી પોપટ પણ સ્મશાનમાં જ રહ્યો, આ જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા.


લોકોની આંખોમાં આવી ગયા આંસુ :

ત્યારે પોપટ અને માણસ વચ્ચેની આ મિત્રતા હવે ચર્ચાનું કેન્દ્ર બની છે, આવી ઘણી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. માણસ માણસને છેતરી શકે છે, પરંતુ પશુ પક્ષીઓ ખુબ જ વફાદાર હોય છે એ ફરી એકવાર સાબિત થઇ ગયું. તેમને આપવામાં અવેલું થોડું ખાવાનું અને ચણનું ઋણ તેઓ જીવનભર સાથે આપીને ચુકવતા હોય છે.

Post a Comment

0Comments
Post a Comment (0)
To Top