‘એ જીવિત છે…’ આ વ્યક્તિએ કર્યો પૂનમ પાંડેને લઇને ચોંકાવનારો દાવો, બોલ્યા- એક્ટ્રેસની કઝિન સાથે….વાંચો આગળ umair sandhu react to poonam death

Divyesh Patel
0

 


પૂનમ પાંડેની મોતની ખબરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાથે તેના ચાહકો પણ દુખી છે. પૂનમનું 32 વર્ષની ઉંમરે સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ ખબરને તેની મેનેજરે કન્ફર્મ કરી, પણ ફેશન અને ફિલ્મ ક્રિટેક ઉમૈર સંધુએ તેના એક ટ્વિટથી બધાને ચોંકાવી દીધા છે.


ઉમૈરનું કહેવુ છે કે પૂનમ જીવિત છે અને તે તેની મોતની ખબરને એન્જોય કરી રહી છે. ઉમૈરે તેના ટ્વીટમાં દાવો કર્યો કે તેની પૂનમના કઝિન સાથે વાત થઇ છે અને આ પૂનમનો પબ્લિસીટી સ્ટંટ છે. ઉમૈર સંધુએ તેની ટ્વિટમાં લખ્યુ- હમણાં જ પૂનમ પાંડેની કઝિન સાથે વાત થઇ, તે જીવિત છે અને પોતાની મોતની ખબરને એન્જોય કરી રહી છે.


પૂનમે પબ્લિસિટી સ્ટંટ કર્યો છે. ઉમૈર સંધુના આ ટ્વિટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે, લોકો કન્ફ્યુઝ થઇ રહ્યા છે અને કમેન્ટ કરી પૂછી રહ્યા છે કે શું આ સાચુ છે ? એકે લખ્યુ- બહુ ઘટિયા સ્ટંટ છે, તો એક બીજા યુઝરે ઉમૈર સંધુને સવાલ કર્યો કે શું આ કન્ફર્મ છે ? જ્યારે અન્ય એકે લખ્યુ- શું તમે સુનિશ્ચિત કરો છો ? અમને પ્રુફ જોઇએ.


જ્યારે અન્ય એકે લખ્યુ- આનાથી તેને શું હાંસિલ થશે, જો તેનું મોત નથી થયુ તો તેની ધરપકડ થવી જોઇએ. ઘણા લોકો આ મામલાને લઇને કન્ફ્યુઝ છે, જો કે હજુ પણ પૂનમ પાંડેના મોત સાથે જોડાયેલ કોઇ પણ અપડેટ સામે નથી આવી. એ પણ સામે નથી આવ્યુ કે તેના અંતિમ સંસ્કાર ક્યારે થશે ?


Post a Comment

0Comments
Post a Comment (0)
To Top